DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી હોસ્પિટલમાં લાગી આગ: સાવચેતીના પગલાં સાથે જાનહાનિ ટળી: મોકડ્રીલ જાહેર કરાઈ

તા.૨૩/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: ધોરાજી શહેરની હોસ્પિટલ ખાતે આગ લાગી હતી.જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર કચેરીને જાણ કરાતા ફાયર ફાઈટર, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ આગને કાબૂમાં લીધી હતી. સાવચેતીના તમામ પગલાથી જાનહાનિ ટળી હતી. અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલ ખાતે સામાન્ય દિવસોમાં જાહેર જનતા બહોળી સંખ્યામાં સારવાર અર્થે આવતી હોય છે ત્યારે આકસ્મિક રીતે આગ લાગવાના બનાવ બને તો ક્યા પગલા દ્વારા લોકોનો બચાવ કરી શકાય અને પ્રાથમિક સ્તરે કયા પગલાં દ્રારા આગજનીની મોટી દુર્ઘટના બનતી ટાળી શકાય તે હેતુ સાથે ધોરાજી હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ યોજાઈ હતી.

આ મોકડ્રીલમાં નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા હોસ્પિટલના કર્મચારીઓને આકસ્મિક આગ લાગે તો આગ પર તાત્કાલિક કઈ રીતે કાબુ મેળવવો, આગની ઘટના સમયે ક્યા પ્રકારના સાવચેતીના પગલાં લઈ જાનહાનિ ટાળવી, ફાયર એકસ્ટીંગ્વીશર ચલાવવા જેવી બાબતો વિષે પ્રત્યક્ષ નિદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!