જાફરાબાદના બાબરકોટ ખાતે ધુળેટી ની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામેં દર વર્ષે હોળી અને ધુળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમ ને શુક્રવારના શુભ દિવસે ધુળેટી તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી. બાબરકોટ ગામે હોલિકા દહન થયા બાદ ગામના મહિલાઓ દ્વારા આખી રાત વર્ષો જૂની પરંપરા પ્રમાણે રાસ રમવામાં આવે છે.
બાબરકોટ ગામે હોળીના બીજા દિવસે ધુળેટી ના પર્વની ઉજવણી ગામના તમામ લોકો સાથે મળીને ઉજવણી કરે છે.જેમાં વહેલી સવારથી ગામના યુવાનો વિવિધ વેશ ભૂષા માં ઢોલ અને નગારા સાથે ગેર કાઢવામાં આવે છે. જેમાં ગામના વિવિધ પ્રકારના કપડાઓ પહેરીને ગામમાં જે લોકોને ઘેર ગિમ્ભ હોઈ ત્યાં જઈને મનોરંજન કરે છે. અને એકબીજા સાથે રંગો થી એકબીજાને રંગવામાં આવે છે.
બાબરકોટ ગામે છેલ્લા ચાર પાસ વર્ષથી જય રામાધણી આખ્યાન મંડળ દ્વારા ગૌસેવા ના લાભાર્થે ગેર કાઢીને ગૌસેવા નું ભગીરથ કાર્ય કરે છે. ગત વર્ષે પણ રામાંધણી આખ્યાન મંડળ અને બજરંગ દળ ગ્રુપ બાબરકોટ ના યુવાનો સાથે મળીને ગૌશાળા ના લાભાર્થે ગેર કાઢીને સેવાકીય કર્યું હતું. આ ધાર્મિક પ્રસંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ અને એસ.આર.ડી. જવાનો દ્વારા સેવા આપવામા આવી હતી.
ધુળેટીના ધાર્મિક પ્રસંગે ગામના ગેરૈયાઓ દ્વારા ધુળેટીના રંગોમાં રંગાઈ જઇ ગામના આગેવાનો વડીલો દ્વારા ધુળેટીના પાવન પ્રસંગે ગામના તમામ લોકોને ધુળેટીનાં તમામ રંગોથી ગામના લોકોના જીવનમાં હર હમેશ ખુશીઓ અને ઉમંગ રહે એવી ગામના તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી.