GUJARATIDARSABARKANTHA

ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા સરળતાથી ઉપલબ્ધ

ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા સરળતાથી ઉપલબ્ધ

પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન આપવામાં આવે છે.પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવક દ્વારા આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા ઘર બેઠા આપવામાં આવશે. જેથી વયોવૃદ્ધ પેન્શન ધારકોએ આ કામગીરી માટે તિજોરી કચેરી કે અન્ય વિભાગ સુધી જવાની આવશ્યકતા રહેશે નહિ. આ ઝૂંબેશ હેઠળ પેન્શનરોને તેમજ દૂરના વિસ્તારોના તમામ પેન્શનરોને લક્ષ્યમાં રાખી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રક્રિયા થકી ઘર આંગણે અથવા ઘરથી નજીક સગવડ મળી રહેશે. આ ઝૂંબેશ પેન્શનરોને પેન્શનર પરંપપરાગત કાગળ આધારિત પ્રમાણપત્રો સબમિટ કરવામાંથી મુક્તિ અપાવે છે અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા DCL જમા કરાવવાની જરુરી પધ્ધતિઓને સરળ બનાવે છે. પેન્શનરોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરવાનો છે. DLC જનરેશન માટે પેન્શનરે આપેલા સરનામે જઈને રુ.૭૦ની ટ્રાન્ઝેક્શન ફી મેળવી પોસ્ટમેન- ગ્રામીણ ડાક સેવા દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપવામાં આવશે. આ સુવિધા માટે પેન્શનરોએ જરુરી આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક ખાતા, પીપીઓ સહિતના નંબરની વિગત પૂરી પાડવાની રહેશે.એમ ઓફિસ ઓફ સુપ્રિટેંડેંટ સાબરકાંઠા ડિવિઝનની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!