
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૪ ફેબ્રુઆરી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ માં સુધારો કરવા માટે અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્થાને સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રકારની વિનિયમ સુધારા સમિતિમાં કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારની સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવતા આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તેમનું શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંગઠનના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામુભા જાડેજા, ધીરજભાઈ ઠક્કર, હર્ષદ પંચાલ, બિપીન મોદી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




