ARAVALLIGUJARATMEGHRAJ

ઇસરી હાઈસ્કૂલનું ગૌરવ : ધોરણ 10 માં અભ્યાસ કરતી દિયાએ કલા મહોત્સવ ભરતનાટ્યમમાં તાલુકામાં તેમજ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી હાઈસ્કૂલનું ગૌરવ : ધોરણ 10 માં અભ્યાસ કરતી દિયાએ કલા મહોત્સવ ભરતનાટ્યમમાં તાલુકામાં તેમજ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

હાલ અરવલ્લી જિલ્લાની અંદર કલા મહોત્સવ 2024 25 ઉજવણી થઈ રહી છે જેની અંદર વિવિધ શાળાઓ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ભાગ લઈ રહ્યા છે કલા મહોત્સવ નું આયોજન સૌપ્રથમ શાળા કક્ષાએ થી લઇ તાલુકા કક્ષાએ આયોજન કરીને વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે જેમાં ઇસરી હાઈસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી ચમાર દિયાબેન અશોકભાઈએ તાલુકા કક્ષાએ ભરતનાટ્યમ ની અંદર પોતાની કૃતિ રજૂ કરી હતી અને ભરતનાટ્યમમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને જિલ્લામાં પોતાની કૃતિ રજૂ કરવા માટે સ્થાન આગળ વધાર્યુ હતું .કૃતિ રજુ કરતા ભરતનાટ્યમની અંદર જિલ્લામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું ત્યારે દિયા એ ઇસરી ગામનું તેમજ ઈસરી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું હતું જે અંતર્ગત શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર અને મંડળ દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા

Back to top button
error: Content is protected !!