GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાથીજી મંદિર પાસે પાલિકાની લાપરવાહી, સમ્રાટ યુવક મંડળના ગણેશ આગમન વરઘોડા દરમિયાન ગટરમાં ખૂંપ્યું DJનું ટ્રેક્ટર.

તારીખ ૦૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં આગામી શ્રી ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ જોશમાં શરૂ થઈ ગઈ છે.જેના ભાગરૂપે વિવિધ યુવક મંડળો દ્વારા એક પછી એક શ્રી ગણેશજીની આગમન યાત્રાઓ યોજવામાં આવી રહી છે.ત્યારે કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે ગણેશોત્સવના પ્રારંભે સમ્રાટ યુવક મંડળના ગણપતિ આગમનના પ્રથમ વરઘોડા દરમિયાન પાલિકાની બેદરકારી સામે આવી છે. જ્યાં કાલોલ નગરના ભાથીજી મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર સાફસફાઈ કર્યા બાદ તેના ઢાંકણા યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યા ન હતા. જેના કારણે વરઘોડામાં સામેલ DJ વાળાના ટ્રેકટરનું ટાયર ગટરમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાથી વરઘોડો અટકી પડ્યો હતો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે એક તરફ ઉત્સવનો માહોલ અને બીજી તરફ રસ્તા વચ્ચે ફસાયેલા ટ્રેક્ટરના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જેના લીધે આમ જનતાને હાલાકી ભોગવવી પડી હતી જ્યાં દરરોજ દીવસ દરમિયાન ભાથીજી મંદિર પાસે બંદોબસ્તમાં રહેલ પોલીસ પ્રશાસનને પણ યોગ્ય રીતે ઢાંકણા બેસાડવામાં ના આવતા ટ્રાફિક ક્લિયર કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડે છે. ત્યારે સ્થાનિકોમાં નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!