થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી….
થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી....
થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી….
ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડૉ. આંબડેકરના જીવનનો મૂળ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં સુબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો.જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ તા.૧૪-૦૪-૨૦૨૫ ને સોમવારના રોજ કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રીરામદેવપીર મંદિરે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શ્રી બાબા રામદેવપીર મંદિરે થી શ્રીબાબા રામદેવપીર મંદિર થરાના સંતશ્રી ખેમદાસ વીરદાસ સાધુ ની પાવન નિશ્રામાં માર્કેટયાર્ડ થરાના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ડી.ડી.જાલેરા,પ્રમુખપતિ અનિલભાઈ સોની, કાંકરેજ તાલુકા ભાજપા પ્રમુખ નટુભાઈ પટેલ,રાષ્ટ્રીય પ્રવક્તા સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ બ. કાં.જિલ્લાના પ્રવીણભાઈ પરમારની ઉપસ્થિતિમા “જય સંવિધાન”, બાબા સાહેબ અમર રહો,”ભારત માતા કી જય”,ના નારા સાથે શોભાયાત્રા નિકળી ગામની પ્રદક્ષિણા કરી પરત શ્રી રામદેવ પીર મંદિરે આવી સભા ના રૂપમાં ફેરવાઈ હતી.દીપ પ્રાગટય કરી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી ચડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાબ્દિક શબ્દો દ્વારા પ્રવીણભાઈ પરમારે મહેમાનોને આવકારી દલિત પરિવાર દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું.થરા શહેર ભાજપા પ્રમુખ દિનેશજી ઘાંઘોસ,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,તેજાજી ઘાંઘોસ, મહામંત્રી રાધેવેન્દ્ર જોષી, રઘુભાઈ મકવાણા,ખેમાભાઈ પરમાર, મંગળભાઈ પરમાર, શંકરભાઈ બાપા સીતારામ મઢુલી, કીશનભાઈ શ્રીમાળી, બુકોલીયા મુકેશભાઈ એડવોકેટ, ગીરીશભાઈ આર. મકવાણા એડવોકેટ સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.થરા પોલીસ સટાફ સતત ખડે પગે રહી સેવા પુરી પાડેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ પરમારે કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦