રાજ્યકક્ષાની યોગ સ્પર્ધામાં પારડીની ડો. જિજ્ઞા ગરાસિયાનો ઝળહળતો વિજય,રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તેમના પતિ ડો. નીતિન પટેલ સાથે મળીને તેઓ સમાજસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.
આ સિદ્ધિ બદલ સમાજના આગેવાન સર્જન ડો. નિરવ પટેલએ ડો. જિજ્ઞા ગરાસિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે ડો. જિજ્ઞાબેનની ફિટનેસ અને યોગ પ્રત્યેની નિષ્ઠા યુવાનો માટે પ્રેરણારૂપ છે. સાથે જ તેમણે યુવાનોને નિયમિત યોગ અને કસરત અપનાવવા, વ્યસનોથી દૂર રહેવા તેમજ કોલ્ડડ્રિન્ક્સ જેવી હાનિકારક આદતોથી બચીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.
યોગ, ફિટનેસ અને સેવાભાવના સંગમરૂપ ડો. જિજ્ઞા ગરાસિયાની આ સિદ્ધિ સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની છે.


