GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

દિવાળી ના તહેવારો દરમિયાન દારૂની રેલમછેલ કરી રોકડી કરી લેવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવતી કાલોલ પોલીસ

તારીખ ૨૭/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ને શુક્રવાર ના રોજ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળેલ કે કાલોલ તાલુકાના અંબાલા ગામના મંદીર ફળિયા ખાતે રહેતા પ્રદિપસિંહ કૌશિકભાઇ રાઠોડ તથા મનહરસિંહ ઉર્ફે મનીયો જાલમસિંહ રાઠોડ રહે.અસાયડી તાલુકા ગોધરા બંને સાથે ભેગા મળીને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પ્રદિપસિંહ કૌશિકભાઇ રાઠોડના ઘરમાં ઉતારેલો છે જે આધારે બે પંચો લઈને પોલીસે પ્રદિપસિંહ કૌશિકભાઇ રાઠોડના ઘરે રેડ કરતા તેનું ઘર ખુલ્લુ જોવા મળેલ ઘરે કોઈ હાજર ન હોય પોલીસે ઘરમાં પ્રવેશી તપાસ કરતા પ્રદિપસિંહ રાઠોડ ના કબ્જાનાં રહેણાંક મકાનમાં પ્રોહી, પ્રતિબંધક એરીયામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કી ૧૮૦ મી.લી નાં પ્લાસ્ટિક નાં કવાટરીયા નંગ-૩૩૬ જેની કિ.રૂ.૩૮,૬૪૦/- તથા રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મી.લી નાં પ્લાસ્ટિક નાં કવાટરીયા નંગ-૩૮૪ જેની કિ.રૂ.૪૪,૧૬૦/- તથા માઉન્ટ’સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર નંગ-૨૪૦ જેનીની કિ.રૂ ૨૬,૪૦૦ /- મળી કુલ મળી કી.રૂ.૧,૦૯,૨૦૦/-ની કિંમત નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એકબીજાની મદદગારી કરી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાખવા અને રેડ દરમિયાન હાજર ન મળ્યા એવા બંને ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ ની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરી ઉપરોક્ત બંને ઈસમોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આમ કાલોલ પોલીસ દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.

 

Back to top button
error: Content is protected !!