GUJARATPANCHMAHALSHEHERA
શહેરા-ગોધરા હાઇવે પર આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન 20 kl ગ્રીન ડીઝલની ટાંકીમાં મિનીમમ સ્ટોક કરતા ઓછો સ્ટોક રાખેલ જણાતા 1431 લીટર ગ્રીન ડીઝલનો જથ્થો સીઝ કરાયો.
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા-ગોધરા હાઇવે માર્ગ રોડ ઉપર આવેલ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને શહેરા પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીય સહિત તેઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી,જેમાં તેઓની તપાસ દરમિયાન 20 kl ની ગ્રીન ડીઝલની ટાંકીમાં મિનીમમ સ્ટોક કરતા ઓછો સ્ટોકનો જથ્થો રાખેલ હોવાથી રૂપિયા 1,34,872 નો ગ્રીન ડીઝલનો 1431 લીટર જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો,સાથે ગ્રીન ડીઝલના આઉટ લેટની એક નોઝલ પર 5 લીટર સરકારી માપિયા દ્વારા માપ કરતા 150 ml ગ્રીન ડિઝલ ઓછું મળી આવ્યું હતું.તેમજ આઉટ લેટ પર Dencity અને કિંમત ડિસ્પ્લે થતી ન હોવાની સાથે અન્ય કેટલીક ગેરરીતિઓ જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.