લોકશાહી ઉત્સવ ની ઉજવણી થકી વિધાર્થી પ્રતિનિધિની પસંદગી

11 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સંસ્કાર મંડળ રામપુરા સંચાલિત *મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા* ખાતે શાળા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026-27 યોજાઈ
મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ખાતે શાળાના આચાર્યશ્રી કે.પી રાજપૂત સાહેબ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિથી ચૂંટણીઓ કેવી રીતે થાય છે તેની જાણકારી મળી રહે તે હેતુથી તેમજ મતદાન અંગે જાગૃતિ લાવવા માટે શાળા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026-27 યોજવામાં આવી. ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી જેવી કે ચૂંટણી અંગેનું જાહેરનામું,ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા,ચૂંટણી ફોર્મ ચકાસણી, ઉમેદવારી પાછી ખેંચવી, તેમજ મતદાનની પ્રક્રિયા અને મત ગણતરી પ્રક્રિયા તમામ શાળા પંચાયત સમિતિના કન્વીનર શ્રીમતી ટી.એ પટેલ, સહ કન્વીનર શ્રી બી.જી કુંભાર, સભ્યશ્રીઓ એમ. જે.પટેલ પી .એન.પટેલ એ.આર.પટેલ, જે.પી ઝાપડિયા અને એસ.કે.માજીરાણા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ. શાળા પંચાયતમાં શાળાના જનરલ સેક્રેટરી માટે કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી જ્યારે લેડીઝ રીપ્રેઝન્ટેટિવ માટે કુલ છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી. સૌપ્રથમ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે નો સમય આપવામાં આવેલ જે દરમિયાન તેમને જો પોતે ચૂંટાઈ આવશે તો વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ થશે તેના તે અંગે ધારદાર રજૂઆતો કરેલ. વિજેતા ઉમેદવારોમાં જી.એસ તરીકે *મકવાણા જીગ્નેશ ડી.* અને ઉપ જી.એસ તરીકે રાજપૂત શામળસિંહ જે. ચૂંટાઈ આવેલ. જ્યારે એલ.આર તરીકે *ખટાણા કિંજલ પી* અને ઉપ એલ.આર તરીકે સુથાર ખુશીબેન કે ચૂંટાએલ જાહેર થયેલ.સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પી.બી રાવલ દ્વારા કરવામાં આવેલ. વિજેતા ઉમેદવારોને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી.










