GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાની ૧૫૫ સામાન્ય અને ૧૧૧ પેટા મળી કુલ ૨૬૬ ગ્રામ પંચાયત બેઠકો ઉપર ચૂંટણી યોજાશે

જિલ્લામાં સાતેય તાલુકાના કુલ ૫૦૫ જેટલા મતદાન મથકોએ મળી ૩,૪૯,૪૪૮ મતદારો મતદાન કરશે

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

* જિલ્લામાં ૧૭૭૭૮૫ પુરુષ મતદારો તેમજ ૧,૭૧,૬૬૩ મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે*

 

 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ પંચમહાલ જિલ્લામાં સાતેય તાલુકાની મળી કુલ ૨૬૬ ગ્રામ પંચાયતની બેઠકો માટે મતદાન યોજાશે. જેમાંથી ૧૫૫ બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી જ્યારે ૧૧૧ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૫૬ ચૂંટણી અધિકારી અને ૫૬ મદદનીશ ચૂંટણી અધિકારી તથા મતદાનના દિવસે અંદાજે ૨૮૩૬ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જિલ્લામાં કુલ ૩,૪૯,૪૪૮ મતદારો નોંધાયેલા છે તે પૈકી ૧,૭૭,૭૮૫ પુરુષ અને ૧,૭૧,૬૬૩ મહિલા મતદારો આગામી ચૂંટણીમાં તેઓના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લામાં કુલ ૫૦૫ જેટલા મતદાન મથકો રાખવામાં આવ્યા છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણી-૨૦૨૫ ના કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૦૯/૦૬/૨૦૨૫, ઉમેદવારી પત્રોની ચકાસણીની તા.૧૦/૦૬/૨૦૨૫, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તા.૧૧/૦૬/૨૦૨૪, મતદાન માટે તા.૨૨/૦૬/૨૦૨૫ રવિવાર સવારના ૦૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક સુધીનો સમય તથા મતગણતરી માટે તા.૨૫/૦૬/૨૦૨૫ જાહેર કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!