તા.૨૬.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના બાંડીબાર ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોર ના હસ્તે દુધિયા 66 KV સબ સ્ટેશનમાંથી બાંડીબારને વીજ જોડાણ
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર તથા મંદિરના ગુરુ માતા તેમજ એમ જી વી સી એલ અધિક્ષક ઈજનેર એન યુ નાયક ગોધરા તેમજ દાહોદ અને લીમખેડા કચેરીના કર્મચારીઓ તેમજ મોટી બાંડીબાર સરપંચ જિલ્લા તાલુકા પંચાયત સભ્યો. તેમજ આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ની ઉપસ્થિતમાં દીપ પ્રગટાવી ને દુધિયા 66kv સબ સ્ટેશન માંથી બાંડીબાર ને વીજ જોડાણ આપ્યું જે આંબલીયા ફીડર થી લાઈટ આવતું હતું જે નુ અંતર 18 થી 20 કિલોમીટર જેટલું થતું હતું જે હવે દુધિયા ફીડર માં કનેકશન આપતાં વીજ લાઈનનુ અંતર ઘટી ને ફક્ત 4 કિલોમીટર જેટલું થઇ જશે હવે મોટી બાંડીબારના વીજ ગ્રાહકો ને જે વરસાદ વાવાઝોડા જેવા સંજોગો માં પણ જલ્દી થી રિપેરિંગ થઇ જશે તેમજ લાંબા સમય થી વોલ્ટેજ ની પણ સમસ્યા હતી જે પણ હવે હલ થઇ જશે જેના માટે એક ટી સી તત્કાલ ઉભું કરી દેવામાં આવ્યું છે તેમજ ટૂંક સમય માં બીજા પણ જરૂરિયાત મુજબ ના ટી સી ઉભા કરીને જે લો વોલ્ટજ ની સમસ્યા છે તે કાયમ માટે દૂર કરી દેવામાં આવશે દુધિયા ફીડર થી બાંડીબાર માં નવીન વીજ જોડાણ માટે 4 કિલોમીટર ની નવીન લાઇન છે જેમાં 800 મીટર જેટલું અંડર ગ્રાઉન્ડ તેમજ બાકીની લાઇન વીજપોલ ઉભા કરીને નવીન લાઇન કરવામાં આવી છે