CHHOTA UDAIPURGUJARATNASAVADI
મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી આપતા ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારીઓ.
મૂકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ચચેર સિમલ ફળિયા ગામ ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી સખી મંડળની બહેનો આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકાર વિશેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહિલાઓએ ‘બેડી બચાવો બેટી પઢાઓ’ અંગેની સપથ લીધી હતી. આ કાર્યક્રમમાં CLFના પ્રમુખશ્રી,પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરશ્રી, કલસ્ટર કો.ઓર્ડીનેટરશ્રી, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.