BANASKANTHAGUJARATPALANPUR
ભારત કો જાનો” પરીક્ષામાં માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતીના વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર સહભાગ

9 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત “ભારત કો જાનો” અંતર્ગત માતુશ્રી એસ.બી.વી. ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા, મહાન વ્યક્તિત્વો તથા વિવિધ ક્ષેત્રોની સામાન્ય જ્ઞાનસભર માહિતી અંગે પોતાની જાણકારી ચકાસી હતી.પરીક્ષાના આયોજન અને સંચાલન માટે ભારત વિકાસ પરિષદ તરફથી મિનુબેન મહેશ્વરી તથા રેખાબેન અખાણી ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી બહેનશ્રી ડૉ. તારાબેન સોલંકીએ અને શાળા પરિવારે આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું સુચારુ સંચાલન કરવામાં સહયોગ આપ્યો હતો.




