વાવ થરાદ સહિત લાખણી વિસ્તાર મા આખરે મેઘરાજા મહેરબાન થયા

નારણ ગોહિલ લાખણી 
લાખણી સહિત ગામડા ના વિસ્તારમાં ગુરૂવારે સાંજે અને શુક્રવારે સવારે મેઘરાજા વરસ્યા વરસાદ થી ખેડુતોમા મા ખુશી જોવા મળી અગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને વધુ વરસાદ થવાની હવામાન વિભાગ ની આગાહી પણ કરવા મા આવી રહી છે વાવ થરાદ જીલ્લા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હવામાન વિભાગ ની આગાહી મુજબ 24 કલાક દરમિયાન વાવ થરાદ જીલ્લા સહીત તમાંમ તાલુકા મા સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન જીલ્લા મા મધ્યમથી ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરી છે વરસાદ થી વાવેતર કરેલા પાક ને જીવતદાન મળ્યું છે ખેડુતો મા નવી આશાઓ જાગી છે વાવેતર કરેલા તમામ પાકો મા ભેજ મળતા ખેતી માટે અનુકૂળ સ્થિતિ રહેશે અને આવાનરા દિવસો મા સારો વરસાદ થાય તેવી આશા ખેડુતો હજી પણ વ્યક્ત કરી રહ્યા છે ‘રાબડીયા’ નક્ષત્ર નો વરસાદ ખેડુતો માટે આશિર્વાદ સમાન ૨૧ જુલાઈ થી શરૂ થયેલો પુષ્યનક્ષત્ર જેને ખેડુતો રાબડીયા નક્ષત્ર તરીકે ઓળખે છે આ નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ અત્યંત લાભદાયી માનવામાં આવે છે આ નક્ષત્ર નો વરસાદ પાકો પણ ખીલખીલાટ અને વિકાસ થતો હોય છે તેથી ખેડુતો પણ સાચુ સોનુ તરીકે ઓળખે છે આવનારા સમયમાં ખુબ સારો પુષ્કળ વરસાદ થાય તેવી ખેડુતો ની આશા છે




