ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી ઘરેથી રિસાઈને આવેલી દીકરીનુ પરિવાર સાથે મિલન કરાવીને સુખદ સમાધાન કરાવ્યું

કિરીટ પટેલ બાયડ

ઘરેથી રિસાઈને આવેલી દીકરીને પરિવાર સાથે મિલન કરાવી બે જિંદગી બચાવવાનું ઉત્કર્ષ કાર્ય કરતી અરવલ્લી જિલ્લા 181 અભયમ ટીમ
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે મોદી રાત્રે એક દીકરી બેસી રહ્યાની જાણ જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ ટીમને કરવામાં આવી. ઘટનાની જાણ થતાં 181 અભય ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીકરીનું કાઉન્સિલિંગ કરતા તે પોતાનું નામ અને સરનામું જણાવતી નહોતી. આ ઘટનામાં અભ્યમ ટીમ દ્વારા સતર્કતા બતાવી આસપાસના ગામના સરપંચ સાથે વાત કરી કોઈ દીકરી ઘરેથી ગાયબ હોય તો જાણ કરવા અપીલ કરી.

આસપાસના ગામના સરપંચ સાથે વાતચીત દરમિયાન એક સરપંચએ જણાવ્યું કે તેમના ગામનું એક દીકરી સવારથી ઘરેથી નીકળી ગઈ છે. 181 અભયમની ટીમ દ્વારા દીકરીનો ફોટો આપી ઓળખાણ કરાવી તેને પરિવારને સોંપવાનું ઉત્કૃષ્ઠ કાર્ય અભયમ ટીમ દ્વારા કરવામાં આવ્યું.

પરીવાર સાથે કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ દીકરી ટોબેકોનું સેવન કરવાની આદત હતી અને પરિવારે ઠપકો આપતા તેને લાગી આવેલી અને ઘરેથી નીકળી ગયેલી હતી. સગીર દીકરીનું ઘર છોડીને નીકળી જવાથી પરિવારની માતા પર દોષનો ટોપલો ખ્યાલ આવશે એવા ડરથી માતાએ પણ આપઘાત કરવાનું વિચારી લીધેલ હતું. માતા આપઘાતનું પગલું ભરે તે પહેલા જ ગણતરીના કલાકોમાં 181 અભયમ ની ટીમએ પરિવારને સોપતા બે જિંદગી બચાવી લીધી હતી. પરિવારે દીકરીને જોઈ હાશકારો અનુભવ્યો અને 181 અભયમનો આભાર માન્યો.

Back to top button
error: Content is protected !!