GUJARAT

વિજાપુર તાલુકા એપીએમસી ખાતે તમાકુ વેચવા આવતા ખેડૂતો પાસેથી વજન કાપવા ની પ્રથા ને કારણે ખેડૂતો ને નુકશાન

વિજાપુર તાલુકા એપીએમસી ખાતે તમાકુ વેચવા આવતા ખેડૂતો પાસેથી વજન કાપવા ની પ્રથા ને કારણે ખેડૂતો ને નુકશાન
વજન કાપવા ની પ્રથા બંધ કરવા ખેડૂતો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી અને લાડોલ એપીએમસી ખાતે તમાકુ નો વેચાણ કરવા તાલુકા ગ્રામ્ય અને આસપાસ ના તાલુકાઓ માંથી તમાકુ વેચાણ કરવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેમાં તમાકુ ની ખરીદી દરમ્યાન વજન કાપ ની પ્રથાના કારણે ખેડૂતો ને નુકશાન થઈ રહ્યા ફરિયાદો સામે આવી છે. અંગે ફૂદેડા ગામના કાર્યકર તરુણ પટેલ જણાવ્યું હતું કે વિજાપુર APMCમાં તમાકુ ના પાકના ભાવ નક્કી કર્યા બાદ પ્રતિ 20 કિલો પર 1 કિલો 800 ગ્રામ ખોટું વજન કાપવામાં આવે છે. આમાં 1 કિલો બોરી નું વજન, 500 ગ્રામ રજ઼ અને 300 ગ્રામ નમન તરીકે ગણીને કપાત કરવામાં આવે છે.જો કોઈ ખેડૂત છૂટું ખુલ્લું પાક ટ્રોલી માં લાવે તોહ પણ પ્રતિ 20 કિલો યે 1 કિલો થી 1 કિલો 300 ગ્રામ સુધી વજન કાપવા માં આવે છે. આ બાબતે ખેડૂતોને કોઈ નિયમ કે ઠરાવની માહિતી આપવામાં આવતી નથી.આ ઉપરાંત, અન્ય પાકોમાં પણ ખોટું વજન કાપીને ખેડૂતો ને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે તંત્ર ને રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાત ના પગલાં ભરાયાં નથી પરિણામે, એક ખેડૂતને 50 બોરી પર 10,000 થી 15,000 રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે. જેમાં બોરીનું વજન 50 કિલો 300 ગ્રામ હોય, તો માત્ર 50 કિલો જ ગણવામાં આવે છે અને બાકીના 300 ગ્રામનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. આ ઉપરાંત, પાકના ભાવમાં પણ ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો છે સરકાર દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે આ મુદ્દે તાત્કાલિક ખોટી રીતની વજન કાપ ની પ્રક્રિયા બંધ કરવા માંગ ઉઠી છે . વજન કાપ ની પ્રથા બંધ થશે તો ખેડૂતોને આર્થિક રીતે થઈ રહેલું નુકસાન અટકાવી શકાશે આ બાબતે એપીએમસી ના સેક્રેટરી નો સંપર્ક કરતા તેવોનું સંપર્ક થયું ન હતું પરંતુ સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ તમાકુ વેચવા માટે આવતા ખેડૂતો કોથળા ને લઈ એક કિલો અને તમાકુ મા આવતી રજ માટે ૩૦૦. ગ્રામ રજ નિયમ અનુસાર કપાય છે

Back to top button
error: Content is protected !!