વાગરા: સાયખાં કેમીકલ ઝોનમાં નીકળતુ લાલ પાણીથી ચાર ગામના ખેડૂતો પરેશાન
સમીર પટેલ, વાગરા
લાલ પાણી ખેતરો માં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી..
ખુલ્લામાં પ્રદુષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકશાન ની ભરપાઈ કોણ કરાવશે????
વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે.જેમાં દહેજ,વિલાયત અને સાયખાં કેમીકલ ઝોનનો સમાવેશ થાય છે. તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે.પરંતુ વાસ્તવિક્તા અલગ છે.છેલ્લા કેટલાક સમય થી સાયખાં કેમીકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદ નો લાભ લઇ અનેકવાર કેમીકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણ ને ભારે નુકશાન પહોંચાડી રહ્યા છે.જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે.મજા ની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કંઈ કંપની કાઢે છે એનું એડ્રેસ GPCB ને મળતુ નથી!!!તો બીજી તરફ ખુલ્લા કાંસમાં જતુ પ્રદુષણ વાળુ પાણી સાયખાં,કોઠીયા,સડથલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભરે છે.જેને પગલે ખેતીની જમીનને ભારે નુકશાન થતુ હોવાની જગતના તાતની બુમો ઉઠવા પામી છે. આ આગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમીકલને લઈ ખેડૂતોએ કલેકટરને આવેદન પણ આપી ચુક્યા છે. પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમીકલ છોડતા તત્વોને ખુલ્લો ડોર મળ્યો હોય એમ લાગી રહ્યુ છે. વરસાદી પાણીનો નિકાલ કરવા CETP પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણી નો પ્રવાહ અનેકવ ઘણો વધી જવા પામ્યો હતો. ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપની ની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી.GPCB ની ટીમે ખેતરમાં જતા પ્રદુષિત પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથધરી હતી. ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં GPCB એ આખો દિવસ સાયખાં ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા. જો કે આ પાણી કોણે કાઢ્યુ છે. એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
GPCB ને જો ખબર પણ પડે અને જે તે કંપની ને દંડ કે ક્લોઝર પણ આપશે.પણ જે જમીનમાં નુકશાન થયુ હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ??? એ એક સવાલ છે.હાલ તો નફ્ફટ બની કેમીકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદુષણ માં વધારો થવા પામ્યો છે,એ વાસ્તવિકતા સ્વીકારવીજ રહી.