GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ (દિન-૦૭) સુધી અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, શાકભાજી પાકોમાં પ્રાક્રુતિક  ક્રુષિને પ્રોત્સાહન આપવાની યોજના, સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ, પ્રોસેસીંગના સાધનો, કા૫ણીના સાધનો, ખેતર પર પેકીંગ/શોર્ટીગ/ગ્રેડીંગ અને સંગ્રહ એકમો,બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય, ઔષધિય સુગંધીત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા કરવા,મિશન મધમાખી કાર્યક્રમ, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫ BHPથી વધુ, ૨૦ BHPથી ઓછા), પાવર નેપસેક સ્પ્રેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા, ૧૬ લી.થી વધુ ક્ષમતા, ૮-૧૨ લી. ક્ષમતા),સેલ્ફ પ્રપોલ્ડ બાગાયત મશીનરી, કંદ ફુલો, દાંડીફુલો ઘટકોમાં તેમજ તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૫/૧૨/૨૦૨૪ (દિન-૧૫) સુધી આંબા, જામફળ – ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના, કમલમ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) – ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ,નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા – ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોમાં પ્લાટીંગ મટીરીયલમા સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાય ના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, પોલીહાઉસ(નેચરલી વેન્ટીલેટેડ)- નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે,રાઈપનીંગ ચેમ્બર(ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ,ફંક્શનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (કલેક્શન,શોર્ટીંગ/ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ/પૃથ્થકરણ પ્રયોગશાળા), નાની નર્સરી (૧ હે.) માટે સહાય આપવામાં આવશે.
ઉપરોક્ત ઘટકો હેઠળ સરકારશ્રીની સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમયમર્યાદામાં ઓન લાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રીન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ ના અધતન પ્રમાણિત ઉતારા, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત/કેન્સલ ચેક,અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિનો દાખલો બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજ દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ મોટા બજાર, નવસારી, નવસારી ખાતે જમા કરાવવા  અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!