GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર અબાસના ગામે હજારીગલ ફૂલની ખેતી કરતા ખેડૂતોને ફૂલો ના ભાવ નહિ મળતા ખેડૂતો દુઃખી

વિજાપુર અબાસના ગામે હજારીગલ ફૂલની ખેતી કરતા ખેડૂતોને ફૂલો ના ભાવ નહિ મળતા ખેડૂતો દુઃખી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગામે હજારી ગુલ પીળા ફૂલો ની ખેડૂતો એ ૧૫ જેટલા વીઘા મા ખેતી કરી હતી. જે ફૂલો ના ભાવ ચાલુ વર્ષે ગગડતા ખેડૂતો ચિંતા મા મુકાઈ ગયા હતા. ગત વર્ષે હજારી ગલ ફૂલો નો ભાવ રૂપિયા ૮૦ થી ૯૦ નો ભાવ મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે ભાવ રૂપિયા ૬ થી ૧૦ નો થઈ જતાં વધુ નુકશાન થાય તે પહેલાં તેનો નિકાલ કરી ખેતી ખેડી નાખી હતી. આ અંગે હજારી ગલ પીળા ફૂલો ની ખેતી કરતા ખેડૂત સંજય કુમાર પ્રહલાદ ભાઈ પટેલે જણાવ્યું હતુકે અમારા ગામ અબાસના મા ખેડૂતો એ ગત વર્ષે હજારી ગલ ફૂલો ને ભાવ સારા મળ્યા હતા. જેના કારણે ખેડૂતો ફૂલો ની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ હાલમાં ચાલુ વર્ષે આ ફૂલો ના ભાવ રૂપિયા ૮૦ થી ૮૫ જેટલા નીચે આવતા લોકો ભારે ચિંતા મા મૂકાયા હતા. જોકે વધુ નુકશાન થાય તે પહેલાં વાવેતર કરેલ હજારી ગલ ફૂલો નો નિકાલ કરી શિયાળુ પાક સારો મળે તે માટે હજારી ગલ ફૂલો ની કરેલી ખેતી ખેડી નવા પાક ની તૈયારીઓ મા જોતરાયા છે. જોકે આગામી વર્ષમાં જો ફૂલો ના ભાવ સારા મળશે તો ફરી ખેતી માટે ફૂલો નુ વાવેતર કરીશું પરંતુ હાલના ભાવને લઇને ખેડૂતો ભારે દુઃખી થયા છે.

Back to top button
error: Content is protected !!