સમગ્ર સાબરકાંઠા પંથકમાં વૃક્ષોનું નિકંદન સરકારી ગૌચર જમીન માંથી બે રોકટોક વૃક્ષો કપાઈ રહ્યા છે
સમગ્ર સાબરકાંઠા પંથકમાં વૃક્ષોનું નિકંદન સરકારી ગૌચર જમીન માંથી બે રોકટોક વૃક્ષો કપાઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લા ના ઈડર થી હિંમતનગર તરફ અને તસિયા રોડ વિરપુર થી હિંમતનગર આર.ટી.ઓ સર્કલ તરફ થી વિજાપુર તરફ જતા મુખ્ય રોડ ઉપર નીકળતા લાકડા ભરેલા ફેક્ટરો ને સરકારી બાબુઓની લાલ ઝાઝમ સમાન ગ્રીન સિગ્નલ મળેલું છે તેવું લાગી રહ્યું છે. રાત્રિના 11:00 વાગ્યાથી રાત્રે 1:00 સુધી અને રાત્રે 03:30 થી સવાર ના 6:30 કલાક સુધી માં અનેક ટેક્ટરો ઓવર લોડ લીલા વૃક્ષો કાપીને ટ્રેક્ટર ટ્રોલીમાં ભરી ને નીકળતા હોય છે.
સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગ ની સામે ચિંતાતુર છે અને વિશ્વ પર્યાવરણ દિવસોની ઉજવણીઓ કરે છે ત્યારે ગુજરાત રાજ્ય માં વન અને પર્યાવરણ દૂષિત કરી રહ્યા છે. જંગલો વિરપનો દ્વારા કપાઈ રહ્યા છે. રાજ્ય સરકાર ગુજરાત માં કરોડો રૂપિયા નું બજેટ વનસંપદા અને જંગલોની જાળવણી અને રક્ષણ માટે ફાળવી રહ્યું છે. ત્યારે વર્તમાન સમય માં સાબરકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ વૃક્ષોનું નિકંદન કરી ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી ખેડૂતો ના વૃક્ષો કાપીને લઈ જઈએ છીએ સૌરાષ્ટ્ર એક્ટ ના વાહિયાત અને તદ્દન ખોટા હવાલા આપી આંખોમાં ધૂળ નાખી રહ્યા છે.
પર્યાવરણ પ્રેમી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. સરકારી તંત્ર નિષ્ફળ અને લાચાર બન્યું છે.
તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યુંછે
ઉપરોક્ત સમગ્ર બાબત સમગ્ર સાબરકાંઠા પંથકમાં ચર્ચાનો વિષય બની છે. ચોમાસા નું આગમન થતા નેતા ઓ સરકારી બાબો વન રક્ષકો દ્વારા કાગળ ઉપર રોપા ઉછેર વા અને વૃક્ષો ઉછેરવા અને ફોટા પાડી પોતા ની ખોટી પ્રસિદ્ધિ અને પર્યાવરણ પ્રેમી તરીકે ની ઓળખ સમાજમાં પ્રગટ કરતા હોય છે . વૃક્ષો વાવો વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ના નારા ઓ તદ્દન ખોટા નીકળ્યા છે. એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ