ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ બાળમજૂરી કરાવતા રેસ્ટોરન્ટ પર કાર્યવાહી: માલિક સામે FIR

આણંદ બાળમજૂરી કરાવતા રેસ્ટોરન્ટ પર કાર્યવાહી: માલિક સામે FIR

તાહિર મેમણ – આણંદ – 10/06/2025 – આણંદ તાલુકાના નાપાડ તળપદમાં આવેલ બોમ્બે ઝમઝમ રેસ્ટોરન્ટ બિરયાનીમાં બાળમજૂરી કરાવવાનું સામે આવ્યું છે. જિલ્લા ટાસ્કફોર્સ ટીમને મળેલી માહિતીના આધારે રેઈડ કરવામાં આવી હતી.

સરકારી શ્રમ અધિકારી પી.એન.નિનામા, શોપ ઇન્સ્પેક્ટર મનોજ ડી. પટેલ અને પેટલાદ નગરપાલિકાના એ.જે.પરમારની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક બાળક મજૂરી કરતો મળી આવ્યો હતો. ટીમે બાળકને તાત્કાલિક મુક્ત કરાવ્યો હતો.

બાળકનું નિવેદન લીધા બાદ તેને વિદ્યાનગર ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લા શ્રમ અધિકારીએ રેસ્ટોરન્ટના માલિક કલીમ શામસાદ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986ની કલમ-3 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!