DEDIAPADAGUJARATNARMADA

નર્મદા જિલ્લામાં હલકી ગુણવત્તાનું ઘી વેચાણ કરવા બદલ પેઢીને રૂ. ૪.૮૦ લાખનો દંડ

નર્મદા જિલ્લામાં હલકી ગુણવત્તાનું ઘી વેચાણ કરવા બદલ પેઢીને રૂ. ૪.૮૦ લાખનો દંડ


તાહિર મેમણ – ડેડીયાપાડા – 01/09/2026 – નર્મદા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તેમજ નાગરિકોને ગુણવત્તાસભર અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત તપાસ, નમૂના લેવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

આ કામગીરી અંતર્ગત ગત તા. ૧૭/૦૯/૨૦૨૫ના રોજ દેડીયાપાડા તાલુકા મથકના એક પેઢીમાંથી “Gaukrish Ghee Made From Cow’s Milk – 200ml Comp Pack Jar” નામના ઘીનો નમૂનો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવ્યો હતો. આ નમૂનો પૃથક્કરણ માટે ફૂડ એનાલિસ્ટ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો.

 

ફૂડ એનાલિસ્ટ, વડોદરાના પૃથક્કરણ અહેવાલમાં ઘીના નમૂનામાં વેજીટેબલ ઓઇલની ભેળસેળની હાજરી જણાઈ આવતાં નમૂનો “Substandard” (હલકી ગુણવત્તાવાળો) જાહેર કરવામાં આવ્યો હતો.

 

આ અંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ એડજ્યુડીકેટિંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપળા સી.કે. ઉંધાડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

 

 

આમ, આ કેસમાં સંબંધિત પક્ષકારો સામે કુલ રૂ. ૪,૮૦,૦૦૦/- (ચાર લાખ એંસી હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

નર્મદા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત તપાસ અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તા જણાય તો કાયદાની જોગવાઈઓ મુજબ જવાબદાર વ્યક્તિઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

 

નાગરિકોના આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા હાથ ધરાતી આવી કામગીરીથી ખાદ્ય ચીજવસ્તુઓમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે.

Back to top button
error: Content is protected !!