BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં મોડી રાત્રે દુકાનોમાં આગ:સહજાનંદ કોમ્પ્લેક્ષની 5 દુકાન બળીને ખાક, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલા સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. એક દુકાનમાં શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ આજુબાજુની અન્ય ચાર દુકાન સુધી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર સેવા સદન અને ડીપીએમસીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોડી રાત્રે લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવાની કામગીરી ચાલી રહી છે.