MEHSANAVIJAPUR

વિજાપુર મણીપુરા ભાવસોર તરફ જતા રોડ ઉપર આવેલ સોસાયટી નજીક રોડ ઉપર માટી નાખવા મા આવતા કાદવ કીચડ ના કારણે વાહન ચાલકો રહીશો ને અવર જવર મા પરેશાની

વિજાપુર મણીપુરા ભાવસોર તરફ જતા રોડ ઉપર આવેલ સોસાયટી નજીક રોડ ઉપર માટી નાખવા મા આવતા કાદવ કીચડ ના કારણે વાહન ચાલકો રહીશો ને અવર જવર મા પરેશાની
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણીપુરા ગામ થી ભાવસોર પાટીયા તરફ જતા રોડ ઉપર આવેલ ખેતરોમાં વરસાદી પાણી જઈ શકે નહીં તે માટે રોડ ઉપર માટી નાખવા મા આવી છે હાલ માં વરસાદ આવતા માટી ને પાણી ભેગું થતા કાદવ કીચડ ફેલાયું હતું આસપાસ ના રહીશો તેમજ સોસાયટી ના રહીશો ને વાહન લઈ નીકળવાનું મુશ્કેલ બન્યું છે જેના કારણે આસપાસના રહીશો અને સોસાયટી વાળોને ખૂબ જ તકલીફ પડી રહી છે આ બાબતે રહીશો સોસાયટી ના લોકો દ્વારા પંચાયત ને અનેક વખત રજૂઆત કરવા આવી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરાયો નથી આ અંગે અહીંના સ્થાનીક રહીશો એડવોકેટ કૃણાલ બારોટે જણાવ્યું હતુકે અહી ખેતરો મા પાણી ઘૂસે નહિ તે માટે રોડ ઉપર માટી નાખી છે જે નાખેલ માટી ના કારણે કાદવ કીચડ ખૂબ થયો છે સોસાયટી મા આવતા જતાં લોકો ને વાહન વ્યવહાર તેમજ પગે ચાલતા જતા લપસી પડાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પંચાયત ને આ બાબત ની જાણ કરી છે પરંતુ પંચાયત સમસ્યા નો ઉકેલ માટે તસ્દી લેતી નથી સત્વરે આનો ઉકેલ લાવે તેવી સ્થાનીક રહીશો મા માંગ ઉઠી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!