
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ઈદે મિલાદ જુલુસના રૂટનું પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ,DYSP સહિત પોલીસ કર્મીઓ હાજર રહયા

મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ઈદે મિલાદ નિમિત્તે નીકળનાર જુલુસને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા સાહેબની અધ્યક્ષસ્થાને જુલુસના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જુલુસના સમગ્ર રૂટની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદનો જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલા આ રૂટ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટાફે સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર રૂટની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.



