GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો વિશેષ ઓનલાઈન યોગ વેબિનાર યોજાશે

ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો વિશેષ ઓનલાઈન યોગ વેબિનાર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત વિશેષ ઓનલાઈન યોગ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર માટે જૂનાગઢ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, જે જિલ્લાના યોગ પરિવાર માટે ગૌરવની બાબત છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને તા. ૨૧/૦૭/૨૬ (મંગળવાર)ના રોજ બપોરે ૨:૩૦ થી ૩:૩૦ કલાક દરમિયાન યોજાનાર વેબિનારમાં યોગના આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓ, યોગ વર્ગોના અસરકારક સંચાલન તેમજ સમાજમાં સ્વસ્થ જીવનશૈલીના નિર્માણમાં યોગની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.વેબિનારના સફળ આયોજન માટે ઝોન કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતી કાછડીયા, જિલ્લા કો-ઓર્ડિનેટર સોનલબેન બગડા તથા મનપા કો-ઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા દ્વારા જરૂરી આયોજન અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રીઓએ જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને જોડતો જીવનનો પવિત્ર માર્ગ છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગ જ સાચી શાંતિ, આરોગ્ય અને આત્મવિશ્વાસનો આધાર બની શકે છે.આ વેબિનારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ યોગ કોચ, ટ્રેનરો, યોગ સાધકો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા યોગપ્રેમી નાગરિકોને બહોળી સંખ્યામાં તા. ૨૧/૦૭/૨૬ના ઓનલાઈન વેબિનારમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. વેબિનારમાં જોડાવા માટેની લિંક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંબંધિત વોટ્સએપ ગ્રુપ અને નોંધાયેલ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. તેમ જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રીઓએ જણાવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!