
વાત્સલ્યમ્ સમાચાર.
રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૨૫ ઓક્ટોબર : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત દયાપર ICDS કચેરી ખાતે તાલુકાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઝુંબેશના દિવસોમાં લાયકાત ધરાવતા લાભાર્થીઓના વધુમાં વધુ ફોર્મ -૬ ભરાવી નોંધણી થાય તે સંદર્ભના તમામ મુદ્દાઓ આવરી લેવા સાથે લાભાર્થીની નોંધણી થાય તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવા સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.




