GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના ચાંદલગઢ ખાતે વન વિભાગના તાલીમાર્થીઓને વન અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે વન સંરક્ષણ કાર્યને બિરદાવ્યું

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાંકરાપારના વન રક્ષક બેચ નંબર 72 અને 73ના તાલીમાર્થીઓએ ક્ષેત્રિય પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓને વન અને પર્યાવરણ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવાનો અને ભવિષ્યની પેઢીઓને વન સંરક્ષણ માટે તૈયાર કરવાનો હતો.

આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને વન વિભાગના અધિકારી રોહિતભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે આસપાસના વિસ્તારમાં આવેલા વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વન સંરક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ભવિષ્યમાં વન વિભાગને કેવી રીતે વધુ સુદ્ઢ બનાવી શકાય તે અંગે તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમાર્થીઓ ખાસ કરીને શહેરાના જંગલો અને પ્લાન્ટેશન વિસ્તારનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા, જેમાં તેમને બોડીદ્રા કેમ્પાના પ્લાન્ટેશનો પણ બતાવવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને વન સંરક્ષણના કાર્યને બિરદાવ્યું હતું.આ સમગ્ર પ્રવાસ અને તાલીમ કાર્યક્રમથી નવા વન રક્ષકોને જંગલો અને પર્યાવરણનું મહત્વ સમજવામાં મદદ મળી.

Back to top button
error: Content is protected !!