કાલોલ નગરપાલિકા ની ચૂંટણી મા ઉમેદવારી પત્ર ભરવાની શુભ શરૂઆત થઈ.ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી.
તારીખ ૩૦/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કાલોલ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર પ્રાંત એન.બી મોદી સમક્ષ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી છે. ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉપસ્થિત રહ્યા હતા જરૂરી વિધિ કરી ડિપોઝિટ ની રકમ ભરી ફોર્મ જમા કરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આજ દિન સુધીમાં કુલ ૧૮૧ ઉમેદવારી પત્ર નુ વિતરણ કરવામાં આવ્યુ છે. જોકે રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યું નથી જેને કારણે હાલ રાષ્ટ્રીય પાર્ટીઓના કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે ત્યારે હજુ સુધી કોઈ નક્કર ગઠબંધને અનુરૂપ ઉમેદવારી નોંધાવવામાં આવી નથી.