ટ્રસ્ટ ના માધ્યમ થી પછાત વિસ્તારમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
ટ્રસ્ટ ના માધ્યમ થી પછાત વિસ્તારમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું.
તાહિર મેમણ : આણંદ 06/07/2024- અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના 75 માં વર્ષ અમૃતમહોત્સવ ના ઉપલક્ષ માં ભાવિ આચાર્ય પ .પૂ 108 શ્ર નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પ્રેરણા અને આયોજન થી દાહોદ જિલ્લા ના પછાત વિસ્તારના ગામડાઓ માં ધર્મકુળભુષણ પ પૂ 108 શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ના વરદ હસ્તે નિઃશુલ્ક ચોપડા વિતરણ થયું.
જેમાં અભલોડ, ખરોડ, કાલીગામ, ઉકરડી, ખરેડી, પંચેલા સહિત ગામોમાં અંદાજીત 1000 જેટલા વિધાર્થીઓને 4000 ચોપડાઓ નું વિદ્યાદાન ની પ્રવુતિ ના ભાગ રૂપે લાલજીમહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ના વરદ હસ્તે દરેક ગામ માં ધર્મસભા અને ચોપડા વિતરણ કાર્ય સંપન્ન થયું હતું જેમાં ગોધરા થી શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો દ્વારા આ સમગ્ર આયોજન ની વ્યવસ્થા કરેલ હતી અને મોટી સંખ્યામાં સત્સંગ ની સાથે સાથે આ સેવાકીય પ્રવુતિનો લાભ ભક્તો એ લીધો હતો.