AHAVADANGGUJARAT

ડાંગ: ૨૫ નવેમ્બરથી ૫ ડિસેમ્બર સુઘી વિકસિત ભારત સ્પર્ધાનો આરંભ થશે, યુવાનોને પ્રતિભા દર્શાવવાની તક મળશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દેશમાં ૨૫ નવેમ્બરથી વિકસિત ભારત સ્પર્ધામાં ભાગ લેવા માટે ૧૫ થી ૨૯ વર્ષની ઉંમરના યુવાનો માય ભારત પ્લેટફોમ પર નોંધણી કરી શકશે.

કેન્દ્રીય મંન્ત્રી શ્રી ડો. મન્સુખ મંડવિયાએ આ અઠવાડિયાની શરુઆતમાં એ જાહેરાત કરી હતી કે, દેશના યુવાનોને સશકત બનાવવા અને વિકસિત ભારત વિશે વડાપ્રધાન મોદીના દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. ૨૦૨૫માં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું આયોજન કરવામાં આવશે. બે દિવસીય કાર્યક્ર્મ દરમિયાન વડાપ્રધાન મોદી દિલ્હી ખાતે ભારત મંડપમમાં ૩૦૦૦ યુંગ લીડર્સ સાથે ચર્ચા કરશે. નહેરુ યુવા કેન્દ્ર (MY Bharat) વિકસિત ભારત સ્પર્ધાની પ્રથમ તબક્કામાં રાજ્ય સહિત સમગ્ર ભારતમાં અખિલ ભારતીય ડિજિટલ ક્વિજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

આ સ્પર્ધાનું આયોજન ૨૫ નવેમ્બરથી ૫ ડિસેમ્બર વચ્ચે થશે. આ માટે ૧૫ થી ૨૯ વર્ષની ઉંમરના યુવાનો માયભારત પ્લેટફોર્મ (www.mybharat.gov.in) પર નોંધણી કરી શકે છે. ક્વિજ સ્પર્ધાના વિજેતાઓ આગામી તબક્કામાં નિબંધ અથવા બ્લોગ લેખન સ્પર્ધામાં ભાગ લેશે. તેના વિજેતાઓ રાજ્ય સ્તરીય વિજિટ ભારત વિઝન પ્રસ્તુતી અને ભારત મંડપમમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે તેમ ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!