હાલોલ:શારદા વિદ્યા મંદિર શાળા માં ફન કાર્નિવલ ની ભવ્ય ઉજવણી કરવામાં કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૩.૨૦૨૫
તા.11.03.2025 ના રોજ હાલોલ ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિર શાળા માં ભવ્ય ફન કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ , ફૂડ ઝોન, ગેમ ઝોન, ક્વિઝ કોમ્પિટિશન તથા મ્યુઝિક પ્રોગ્રામ વગેરે નું આયોજન કર્યું હતું.તેમાં સાથે સાથે સેલ્ફી પોઇન્ટ તો ખરો જ અને સ્ટુડન્ટ રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી હતી.ફૂડ ઝોનમાં વિવિધ પ્રકારની વાનગીઓનું વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આનંદ માણ્યો હતો અને આ ફન કાર્નિવલ માં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલીઓ એ પણ એગ્રી બર્ડ, નિશાન ટાંક, જમ્પિંગ જેક, રિંગ ફેક, બલૂન ફોડ જેવી ગેમ માં હર્ષોલાસપૂર્વક ભાગ લીધો હતો. ફન કાર્નિવલમાં ડોરેમોન મિકી માઉસ જેવા કાર્ટૂન કેરેક્ટર નાના ભૂલકાઓમાં વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાળાના ટ્રસ્ટીગણ ડૉ.અર્પિતભાઈ ઠાકર, ગોપાલભાઈ પટેલ ,રાજેશભાઈ શાહ, મહેન્દ્રભાઈ અગ્રવાલ તથા ચતુર્ભુજભાઈ પરીખ એ વિશિષ્ટ હાજરી આપી હતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ જેઓએ ખેલ મહાકુંભ તથા કલા મહાકુંભમાં ઉજ્જવળ પ્રદર્શન કર્યું હતું તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રત્યક્ષ જવાબ આપનાર વાલીઓને શાળા તરફથી વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવી હતી.મ્યુઝિકલ પ્રોગ્રામ માં સુરની તાલે શાળાના પ્રાંગણમાં હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. હાલોલ માં પ્રથમ વખત આ એક જ કાર્યક્રમમાં આટલી બધી પ્રવૃત્તિઓનું એક સાથે સફળતા પૂર્વક શારદા વિદ્યા મંદિર શાળા એ આયોજન કર્યું હતું.