ARAVALLIGUJARATMODASA

મોડાસા-શામળાજી બાયપાસ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે મોત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા-શામળાજી બાયપાસ પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુનિટી હોસ્પિટલ સામે એક બાઈકચાલક યુવક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે બાયપાસ પર થોડા સમય માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!