
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : રાજલી ગામે ખેતરમાંથી અજગર પકડાયો, વનવિભાગે કર્યું રેસ્ક્યુ
મોડાસા તાલુકાના રાજલી ગામે આજ રોજ એક મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના ખેતરમાં અજગર ભમતો હોવાની જાણ થતા ગામલોકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.
વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને લગભગ એક કલાક સુધીની જહેમત બાદ અજગરને સાવચેત રીતે પકડી કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગ્રામજનોની મોટી ભીડ એકત્ર થઈ ગઈ હતી.વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલા અજગરને સંપૂર્ણ સુરક્ષિત સ્થિતિમાં નિકટના જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. તે માનવ જીવન માટે કોઈ જોખમ સર્જ્યા વિના રેસ્ક્યુ કરાયો હતો.આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને વન્યજીવો પ્રત્યે સહાનુભૂતિ જાળવવાનું પણ અપીલ કરવામાં આવી છે.





