GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા ખેત ઓજારો / સાધનો બનાવતી કંપનીઓ માટે અગત્યની સૂચના

ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સારુ ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલ માન્ય વેલીડીટી વાળા ખેત ઓજારો / સાધનો સહાયિત દરેથી આપવાના થાય છે, તે માટે તમામ કંપનીઓએ IKHEDUT 2.0 (ikhedut.gujarat.gov.in ) પર ફરજીયાત પણે રજિસ્ટ્રેશન કરાવવાનું થાય છે. આ રજિસ્ટ્રેશન માટે “કંપની નોંધણી” માં જઈ કંપની પસંદ કરી જરૂરી વિગતો / ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. વધુમા કંપનીઓએ તેઓના અધિકૃત ડીલરો નિમવા માટે ડીલર પાસે પણ “ડીલર” તરીકે આજ પધ્ધતિ મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ નોંધણીની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૫ સમય ૨૩:૫૯:૦૦ કલાક સુધીની રહેશે, જે મુજબ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!