ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તીતીઘોડા નો ઉપદ્રવ જીલ્લા તંત્ર દોડતુ થયુ ખેડુતો ચિંતામાં મુકાયા તંત્રએ સર્વે હાથ ધર્યુ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં તીતીઘોડા નો ઉપદ્રવ જીલ્લા તંત્ર દોડતુ થયુ ખેડુતો ચિંતામાં મુકાયા તંત્રએ સર્વે હાથ ધર્યુ

મેઘરજના સરહદી ગામોના ખેતરોમાં તેમજ રહેણાંકના મકાનોમાં તીતીગોડા જેવી જીવાત દેખાતાં ખેડુતો મુજવણમાં મુકાયાછે જ્યારે જીલ્લા તંત્રને જાણ થતાં તંત્રએ યુધ્ધના ધોરણે ગામો ગામ સર્વે હાથ ધરાયુ છે અને જીવાતના પરીક્ષણ માટે તંત્ર દ્વારા દાતીવાડા એગ્રીકલ્ચર યુનીવસીટીની ટીમની માગણી કરાઇ છે

મેઘરજ તાલુકામાં સરહદીય વિસ્તારના રેલ્લાવાડા ની આસ પાસના ૨૦ થી ૨૫ જેટલા ગામોમાં તીડ જેવી જીવાત દેખાતાં વિસ્તારના ખેડુતોએ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી ખેતી વિભાગ દ્વારા જીલ્લા ખેતીવાડી શાખાને જાણ કરાઇ હતી તાલુકાના તમામ ગ્રામકેવકો દ્વારા ગામે ગામ યુધ્ધના ધોરણે સર્વે હાથ ધરાયુ હતુ જેમાં સૌથી વધુ તીતીગોડા જેવી જીવાતનો રેલ્લાવાડા વિસ્તારમાં જીતપુર, તરકવાડા, ઇસરી, રખાપુર, ખુમાપુર, પટેલ છાપરા સહી અનેક ગામોમાં વધુ ઉપદ્રવ જોવા મળ્યો હતો જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રેલ્લાવાડા વિસ્તારના ગામોની મુલાકાત લઇ તીતીગોડા છે કે તીડ જેના પરીક્ષણ માટે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવસીટી ની ટીમની માંગણી કરાઇ હતી

ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ રાજસ્થાન ને અડીને આવેલ સરહદીય વિસ્તારના,જીતપુર, રખાપુર,કંટાળુ,બીટીછાપરા.ઇસરી.રેલ્લાવાડા જેવા ગામોમાં રૂબરૂ મુલાકાત લીધીછે જ્યાં તીતીગોડા ના વધુ પ્રમાણમાં જુંડ દેખાયાછે તેમજ રાત્રીના સમયે લાઇટ બલ્બના અજવાળે વધુ પ્રમાણમાં દેખાઇ રહ્યાછે

અટકાવવા માટે શું કરવું જોઈએ…આ જીવાત ઘાસમાં વધુ રહેછે હાલ ખેડુતોને પ્રોફેનોફોસ ૪૦ ટકાતેમજ સાઇપર મેથીન ૪ ટકા દવાનો છંટકાવ કરવા ભલામણ કરાઇછે ખેતીવાડી કચેરીના સર્વેમાં સરહદીય વિસ્તાર સિવાયના અન્ય ગામોમાં ઓછા પ્રમાણમાં તીતીગોડા જેવી જીવાત ખેતરોમાંજોવા મળી રહી છે

Back to top button
error: Content is protected !!