BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં શ્રી ઉમાશંકર જોશી જન્મ જયંતીની ઉજવણી

21 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી . મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર ના ઉપક્રમે ગુજરાતી વિભાગ દ્વારા શૂન્ય -બક્ષી સાહિત્ય વર્તુળ અંતર્ગત ઉમાશંકર જોશી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન પ્રસંગને પ્રસ્તુત કરી સાચી સ્મરણાંજલિ અર્પિત કરી હતી, પ્ર ડૉ. રાધાબેન પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.ડૉ. ઋષિકેશભાઈ રાવલે પ્રસંગોચિત ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ડૉકલ્પના ગ વિત ના માર્ગદર્શન હેઠળ નેહલ ઠાકોર અને કૃપા પુરોહિતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આભારવિધિ ડૉ. પ્રતીક્ષા પરમારે કરી હતી.
ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવ્યો હતો. 






