જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુર ની કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ડીબેટ તેમેજ પોસ્ટરમેકિંગ ની સ્પર્ધા યોજાઈ

5 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુર ની કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત તા:૦૪-૦૮-૨૦૨૬ના રોજ વકતૃત્વ સ્પર્ધા, ડીબેટ તેમેજ પોસ્ટરમેકિંગ ની સ્પર્ધા યોજાઈ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિજેતાઓ ને એક થી ત્રણ નંબરો તેમજ જે વિધાર્થીઓએ ભાગ લીધો તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સ.ડૉ સુરેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સ્પર્ધા ની કમિટી ડૉ .કલ્પના ગાંવિત ડૉ.નૈલેશભાઈ તેમજ ડૉ .ભારતીબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે ડૉ. ઋષિકેશભાઇ રાવલે ભૂમિકા ભજવી હતી.કોઈ વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ, અસરકારક અને સુંદર કેવી રીતે રજૂ કરવા,સ્ટેજ પર સીધા ઊભા રહો,શ્રોતાઓ સાથે આંખોનો સંપર્ક (Eye Contact) જાળવો.હાથના યોગ્ય હાવભાવ કરો, પણ અતિશય હલનચલન ટાળો વગેરે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. નૈલેશ ભાઈએ કર્યું હતું.








