જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, પાલનપુર CWDC દ્વારા કાયદાના વ્યાખ્યાનનું આયોજન કરાયું

5 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, (પાલનપુર) CWDC દ્વારા કાયદાના વ્યાખ્યાનનું આયોજન કરાયું. જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC અંતર્ગત તા.5/8/૨૦૨6ના રોજ સવારે 9.0૦ થી 10.30.દરમિયાન સ્માર્ટ રૂમ.નં-11 ખાતે CWDC (કૉલેજ વુમન ડેવલપમેન્ટ સેલ) ના કન્વીનર ડો.સુરેખાબેન અને ડૉ. હેમલબેન દ્વારા પ્રિ.ડૉ. સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. મમતાબેન પટેલ. (બી.કે.ડી.કે એમ,લો કૉલેજ પાલનપુર)નું ‘ મહિલાના કાનૂની અધિકારો(legal rights of women)’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ જી.ડી મોદી વિદ્યાસંકુલની તમામ કોલેજની 138 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાનમાં ડૉ.મમતાબેન દ્વારા લગ્નજીવન અંગે બંને પાત્રોની સંમતિ, લગ્ન પહેલાંના જાતીય સંબંધો વિશે કાનૂની જાગૃતિ કેળવાય તે બાબતે તેમજ સ્ત્રીઓના વિવિધ અધિકારો વિશે જુદા જુદા કાયદાની કલમો અંગેની સમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. પ્રિ. ડૉ સુરેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્ત્રીઓના અધિકાર અને હેલ્થ અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સેવક ભાઈઓ અશ્વિન ભાઈ, દિનેશભાઈ,રાજગોરભાઈ દ્વારા રૂમમાં તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવી આપી હતી.
પ્રવર્તમાન સમયમાં દીકરીઓ કાનૂની જાગૃતિના અભાવને લઈને વિચાર્યા વિના નિર્ણય લઈ લેતી હોય છે. આ ઉંમરમાં માતા-પિતા પણ સમજાવી શકતા હોતા નથી.પ્રવર્તમાન સમયમાં ટીનેજર્સમાં આવા પ્રકારના વધતા જતા કેસોને લીધે આ પ્રકારના કાનૂની વ્યાખ્યાનો દ્વારા જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. આ પ્રકારના કાનૂની વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીનીઓ પોતે જાગૃત બને અને પોતાના પરિવાર,ગામ કે સમાજની દીકરીઓને પણ આ અંગે જાગૃત કરે તેવા શુભ આશયથી આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ માટે કોલેજના CWDC (college women development cell) દ્વારા પ્રતિવર્ષ વિવિધ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે.






