GIR SOMNATHGIR SOMNATH

અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ

અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ…

(ગુજરાતભરમાથી સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઇઓ – બહેનો ઉમટીપડશેસંઘનાસ્થાપક , બરોડાના પૂર્વ મેયરપૂર્વધારાસભ્ય, પૂર્વ નિગમના ચેરમેન દલસુખભાઈ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતી )

અયોધ્યામા ભગવાન શ્રીરામ નુ મંદિર બંધાય અને હિન્દુ ધર્મ ના આસ્થાનુ પ્રતીક એવા ભગવાન શ્રીરામ અયોધ્યામા બિરાજે તે સમગ્ર દેશની લાગણી હતી ત્યારે અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્રારા પણ મનોમન નક્કી અને સંકલ્પ કરેલ હતો કે જ્યારે અયોધ્યામા ભગવાન શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય ત્યારબાદ ડાકોર , અંબાજી , દ્રારકાધીશ , ચોટીલા અને સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવુ જેનાભાગરુપે સમસ્ત પ્રજાપતિ સમાજને એકતાંતણે બાંધનાર અને ગુજરાતમા પ્રજાપતિ નામે એકની ઓળખ કરાવનાર વડોદરાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર અને અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક દલસુખભાઇ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થીતીમા બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ને ધ્વજારોહણ નો ભવ્ય કાયઁક્રમ આગામી 28 જાન્યુઆરીએ ને સવારે 9:00 કલાકે યોજાનાર છે જેમા ગુજરાતા સહીત ભારતભરના સમસ્ત પ્રજાપતિ સમાજ ના ભાઇઓ તથા બહેનો , સાધુ સંતો , અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે . આ ધ્વજારોહણ કાયઁક્રમ મા સતાધારના મહંત વિજયબાપુ, ભાલકાતીર્થ ના મહામંડલેશ્ર્વર બજરંગદાસ બાપુ , પીપળીધામના વાસુદેવ મહારાજ ખાસ આશીર્વચન આપવા પધારશે .જેની તડામાર તૈયારીઓ વસંતભાઈ ચૌહાણ , વિષ્ણુભાઇ પ્રજાપતિ, દામજીભાઇ સતાપરા , મનીષભાઇ વિસાવાડીયા સહીતના કરી રહ્યા છે

*વાત્સલ્યમ સમાચાર*

*મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ*

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!