સોમનાથ આંદોલનનો સુખદ અંત : જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હટે : સાંસદ રાજેશ ચુડાસમા
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું જેનો આજે સુખદ અંત આવ્યો છે અને સાંસદે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હતે તેવી ખાતરી આપતાં આંદોલન સમેટાયું છે.
સોમનાથ સાનિધ્યે છેલ્લા 4 દિવસથી વેણેશ્વર નજીક કોળી સમાજની જગ્યા, ગૌશાળા અને રામદેવજી મંદિર હટાવવા બાબતે તંત્રએ જાણ કરતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક કોળી સમાજના લોકો દ્વારા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં આંદોલન શરૂ થયું હતું.જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો આ આંદોલનમાં જોડાયા હતા અને જ્યાં સુધી ટ્રષ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ દબાણ દૂર કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી.ત્યારે ગઈકાલે પણ કોળી સમાજના લોકોએ એકઠા થઈ અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.નોંધનીય છે કે આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી સોમનાથમાં ચિંતન શિબિર યોજવાની છે જેમાં પણ ચિંતા ઊભી કરવાની ચીમકી સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચારી હતી.ત્યારે આજ રોજ સાંસદ રાજેશ ચુડાસમાએ જ્યાં સુધી ટ્રષ્ટ સાથે બેઠક નહિ થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ ખસે તેવી ખાતરી આપતાં આંદોલનનો સુખદ અંત આવ્યો છે.પ્રાંત કચેરી ખાતે આજરોજ સોમનાથ ટ્રસ્ટના અધિકારી,જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા સહિતનાઓની ઉપસ્થિતિમાં આજરોજ સાંસદ અને કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં સર્વાનુમતે હાલ જ્યાં સુધી સોમનાથ ટ્રષ્ટ સાથે બેઠક નહિ થાય ત્યાં સુધી દબાણ નહિ હટાવવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ લેખિતમાં માંગણી કરવામાં આવી હતી જેથી સાંસદ રાજેશ ચૂડાસમા એ ખાતરી આપી હતી કે જ્યાં સુધી બેઠક નહિ થાય ત્યાં સુધી દબાણો નહિ હટાવવામાં આવે તેથી આજરોજ આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.ત્યારે જોવું એ રહ્યું કે હવે આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ સાથે ક્યારે બેઠક યોજાઇ છે અને આ જગ્યાનું શું થશે તેના પર સૌની મીટ મંડાઇ રહી છે.
વાત્સલ્ય સમાચાર રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ