સોમનાથમાં કાર્તિકી પૂર્ણીમાના મેળા ની તૈયારી ઓ નો ધમધમાટ શરૂ
સોમનાથ ટ્રસ્ટે કાર્તિકી પૂર્ણીમા મેળાનો પ્રારંભ ૧૯૫૫ થી કર્યો હતો
ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ નો સુપ્રસિધ્ધ પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો વિક્રમના ઉઘડતા વર્ષ નવેમ્બર માસની ૧૧ થી ૧૫ તારીખ સુધી સોમનાથ બાયપાસ પાસે આવેલ સદભાવનામેદાન ખાતે યોજાશે. જનરલ મેનેજર તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવા વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં છે. મહાભારત અને પુરાણો માં થયા મુજબ શિવે ત્રિપુર નામના અસુરોના લોખંડ, ચાંદી અને સોનાના નગરોનો નાશ કર્યો હતો તે દિવસ કાર્તિકીપૂર્ણિમા હતી. અને અસુરોના કષ્ટમાંથી મૂક્તિ મળતાં ત્રણે લોકમાં મહાઉત્સવ ઉજવાયો હતો.તેની યાદમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં આ મેળો યોજવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટી મંડળેતા. ૨૭.૨.૧૯૫૫ના રોજ મળેલી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી બેઠકમાં તત્કાલીન ટ્રસ્ટી કનૈયાલાલ મુનશીજીના પ્રસ્તાવથી મેળો યોજવા નકકી કરાયું ત્યારથી મેળો ઉજવાય છે. મેળામાં ખાનપાન સ્ટોલો, પ્રદર્શનો–રાઈડસો, સાંસ્કૃતિક કાર્યક્રમો મહાપુજા મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ