MORBI:મોરબી NEWS CAPITAL અને ANI ના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ પત્રકાર હરનિશ જોશીનો આજે જન્મદિવસ

MORBI:મોરબી NEWS CAPITAL અને ANI ના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ પત્રકાર હરનિશ જોશીનો આજે જન્મદિવસ
NEWS CAPITAL ચેનલ અને ANI નાં મોરબી જિલ્લાના બ્યુરોચીફ પત્રકાર હરનિશ જોશીનો આજે 28 ઓગષ્ટના રોજ જન્મદિવસ હોય ઠેરઠેર થી વહેલી સવારથી જ ટેલિફોનીક અને રૂબરૂ શુભેચ્છા સાથે અભિનંદન વર્ષા…
પત્રકારિત્વ ક્ષેત્રે હરનિશ જોશીએ પોતાના ગ્રેજ્યુએશન બાદ બી.જે.એમ સી.બેચલર ઓફ જર્નાલિઝમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્ણ કરનાર હરનિશ જોશી એ પત્રકારિત્વ ક્ષેત્રે વર્ષ 2005 માં “ક્રાંતિપથ” સાંધ્ય દૈનિક પેપર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, બાદ ” ખુલજા સિમસીમ” મેગેઝીન શરુ કરેલ ..તેમજ વર્ષ 2008માં મોરબી સિટી ન્યુઝ ચેનલ શરુ કરેલ. ત્યારબાદ VTV ન્યુઝ ચેનલમાં સતત 14 વર્ષ સુધી પ્રતિનિધિ તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની દીર્ઘકાલીન ફરજ બજાવેલ. સાથે જ ANI (એશિયા ન્યુઝ ઇન્ટરનેશનલ) માં છેલ્લા 15 વર્ષથી પ્રતિનિધિ તરીકે તેઓ સેવારત છે. પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની દીર્ઘકાલીન સેવા સાથે સ્થાનિક ગ્રામ પંચાયત,જિલ્લા પંચાયત,ધારાસભા અને લોકસભા ચૂંટણીઓ સહીત પ્રધાનમંત્રી ,મુખ્ય મંત્રી સહીત નામી અનામી મહાનુભાવોના યાદગાર કવરેજ સહીત મોરબી ની ઝૂલતા પૂલ દુર્ઘટના, વાવાઝોડા,સાયક્લોન,પૂર જેવી ગંભીર પરિસ્થિતિ થી લઇ કોરોના સહીત કપરા કાળ વચ્ચે પણ દિવસ રાત નોંધપાત્ર નિસ્વાર્થ સેવા સાથે તાજેતર માં ઓપરેશન સિંદૂર સમયે પણ કચ્છ બોર્ડર પર યુદ્ધના માહોલ વચ્ચે પણ હિંમતપૂર્વક ફરજ બજાવનાર, હરનિશ જોશી હાલ મોરબી જિલ્લાના બ્યુરો ચીફ તરીકે હાલ NEWS CAPITAL ચેનલમાં પોતાની ફરજ બજાવે છે સાથે સાથે વિશ્વ પ્રસિદ્ધ ગણમાન્ય જાણીતી ન્યુઝ એજન્સી ANI (એશિયા ન્યુઝ ઇન્ટરનેશનલ) જેવી ખ્યાતનામ સંસ્થામાં મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમજ છેવાડાના ગ્રામીણ વિસ્તાર થી લઇ આમ જનસમાજ,ધરતીપુત્રો થી લઇ સિરામિક સેનેટરિવેર્સ, કલોક , લેમિનેટ્સ, પેપરમિલ,ટ્રાન્સપોર્ટ,ઓટોમોબાઇલ થી લઇ વિવિધ ઉદ્યોગધંધા,વ્યાપાર, વાણિજ્ય સહિત રોટરી, લાયન્સ સહિત વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ. રાજકીય પાર્ટીઓ સહિત સહિત નિયમિત રીતેના રોજબરોજની સમસ્યાઓ થી લઇ વિવિધ બાબતે જનતા ના અવાજ ને ઉચ્ચ કક્ષાએ પોતાના માધ્યમો થકી સત્તત છેલ્લા વિસ વર્ષ થી વાચા આપતા મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર હરનિશ જોશીનો આજે તારીખ 28 ઓગસ્ટના તેમના જન્મદિવસે , સગા સ્નેહીજનો,અધિકારી પદાધિકારીગણ સહીત ગામે ગામથી વહેલી સવારથી જ તેમના વિશાળ મિત્રમંડળ અને શુભેચ્છકો દ્વારા પત્રકાર હરનિશ જોશીને તેમના મોબાઈલ નંબર 9099907143 ઉપર સતત અભિનંદન વર્ષા સાથે જન્મદિવસ ની શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..









