GIR SOMNATHPATAN VERAVAL

પ્રભાસ પાટણ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે જનસંપર્ક સભા તેમજ નવા આવનાર કાયદા અંગેની માર્ગદર્શન આપતી પોલીસ

પ્રભાસ પાટણ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે જનસંપર્ક સભા(વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી) તેમજ નવા આવનાર કાયદા અંગેની માર્ગદર્શન આપતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજડીયા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રભાસ પાટણ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે ડી.વાય.એસ.પી. વી.આર.ખેંગાર વેરાવળ ડિવિઝન નાઓની અધ્યક્ષતામાં જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં અગ્રેણીઓ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખમહેન્દ્રભાઇ પીઠીયા ભાજપ અગ્રણી ઝવેરીભાઇ નગર પાલીકા પ્રમુખ પલ્લવીબેન જાની સરકારી વકીલ કેતનસિંહ વાળા લીડ બેંક મેનેજર એ.બી.જાડેજા એલ.સી.બી. પી.આઇ.,એસ.ઓ.જી. પી.આઇ.ગઢવી તથા પ્રભાસ પાટણ પી.આઇ. એમ.વી.પટેલ તથા વેરાવળ સીટી પી.આઇ. એચ.આર.ગોસ્વામી તથા એન.આર.પટેલ મરીન પી.આઇ. તથા એસ.બી.આઇ., એક્સીસ,આઇસીઆઇસીઆઇ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, ઇન્ડિયન બેંક વિગેરે બેંકોમાંથી અધીકારી/કર્મચારી હાજર રહેલ વિવિધ યોજનાઓની લોન બાબતે માહિતી આપવામાં આવેલ તથા ટેમ્પલેટનું વિતરણ કરવામા આવેલ.એસ.બી.આઇ. બેંક દ્વારા આ કાર્યક્રમ અન્વયે કુલ-૭ જૈ પૈકી ૪ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આશરે રૂ.૧૨,૫૦,૦૦૦/- જેટલી રકમની લોન મંજુર કર્યા અંગેના સેન્કશન ઓર્ડર ઉપસ્થિત મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવેલ.તથા વેરાવળ, પાટણ પો.સ્ટે. વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ.જે તમામને Illegal Money-Lending Activity અંગે વિસ્તૃતથી જાણકારી આપેલ તેમજ નાગરીકોએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા અસામાજીક તત્વોની વ્યાજની ચુંગાલમાં ન ફસાવા તથા જો આવી ચુંગાલમાં ફસાયેલ હોય તો પોલીસનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરાવવા તથા જો નાણાની જરૂરીયાત હોય તો બેંકની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવવામાં આવેલ. તેમજ પ્રભાસ પાટણ પો.સ્ટે. તથા વેરાવળ સીટી પો.સ્ટે. તથા સોમનાથ મરીન પો.સ્ટે. વિસ્તારનાં વ્યાજ વટાવના ભોગબનનારા લોકોની પોલીસ દ્રારા આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેનાર ફરિયાદીઓ માટે Help Desk દ્રારા રૂબરૂ રજુઆત સાંભળેલ છે અને તેમજ જરૂરીયાતમંદ લોકો જુદા જુEL lending schemes અંતર્ગત loan મેળવી શકે તે માટે બેન્કોના પ્રતિનીધીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.સમગ્ર ભારત દેશમાં તા.૦૧/૦૭/૨૦૨૪ થી નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવેલ હોય જે મહિલા બાળકો તથા સીનીયર સીટીઝનને સુરક્ષા માટે તથા તટસ્થ પારદર્શક, વૈજ્ઞાનિક ઢબે અને ઝડપી ન્યાય માટે ખુબ જ ઉપયોગી બની રહેનાર છે જે અંગે પોલીસ અધિકારી વી.આર.ખેંગાર સાહેબ તથા મુખ્ય સરકારી વકીલ કેતનસિંહ વાળા નાઓ દ્વારા વિસ્તૃત સમજુતી અને માર્ગદર્શન આપવામાં આવેલ

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button