OLPAD

રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના પરિણામે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧૮,૭૬૪.૪૦ મેગાવોટ સાથે દેશમાં મોખરે : ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

વાત્સલ્યમ્ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા – ઓલપાડ
રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના પરિણામે
ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧૮,૭૬૪.૪૦ મેગાવોટ સાથે દેશમાં મોખરે : ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊર્જાની જરૂરિયાત માટે સ્થાપિત ક્ષમતા પૈકી ૫૦% સ્થાપિત ક્ષમતા પુનઃપ્રાપ્ય ઉર્જા મારફત પૂર્ણ કરાશે
વિન્ડ સોલાર હાઇબ્રીડ સિસ્ટમને પ્રોત્સાહન આપીને વીજ વિતરણ માળખાનો શ્રેષ્ઠ અને કાર્યક્ષમ ઉપયોગ કરાશે
ઓલપાડ  : ઉર્જા રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, પર્યાવરણના જમીનની સાથે ઉર્જાનું ઉત્પાદન થાય એ આશયથી રાજ્ય સરકારે પુન:પ્રાપ્ય ઉર્જાને પ્રાધાન્ય આપીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્યની  પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૧૮૭૬૪.૪૦ મેગાવોટ સાથે દેશમાં મોખરે છે. દેશની સરખામણીએ ૧૫.૩ ટકા જેટલી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ની સ્થાપિત ક્ષમતાની ટકાવારી પૈકી પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૫૨ ટકા અને સૌરઊર્જા ૪૬ ટકા જેટલી ક્ષમતા રાજ્યમાં છે.
આજે વિધાનસભા ખાતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું છે કે, રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અંતર્ગત પવન ઉર્જા પ્રોજેક્ટ હેઠળ ૯૭૧૨.૦૬ મેગાવોટ, સૌર ઊર્જા પ્રોજેક્ટ હેઠળ ૮૬૪૦ મેગાવોટ, વિન્ડ સોલાર હાઇબ્રીડ માં ૨૩૮.૯૪ મેગાવોટ, બાયો માસમાં ૮૧.૫૫ મેગાવોટ, સ્મોલ હાઇડ્રો પાવરમાં ૮૨.૧૫ મેગાવોટ અને વેસ્ટ ૩ એનર્જીમાં ૭..૫૦ મેગાવોટ મળી કુલ ૧૮,૭૬૪.૪ ક્ષમતા રાજ્યમાં ઉપલબ્ધ છે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી અભિગમ થકી કેન્‍દ્ર સરકાર દ્વારા પંચામૃત સંકલ્પના આધારે પુનઃપ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત વર્ષ ૨૦૩૦ સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે ૫૦૦ ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. તે પૈકી ગુજરાતે  વિવિધ તબક્કાવાર અંદાજિત ૯૦થી વધુ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય નિયત કરાયો છે. ઉપરાંત ભારતે વીજ ઉર્જાની જરૂરિયાત માટે કુલ સ્થાપિત ક્ષમતા પૈકીના ૫૦% સ્થાપિત ક્ષમતા પુન: પ્રાપ્ય ઉર્જા મારફતે પૂર્ણ કરાશે. જેમાં ગુજરાત પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરશે. દેશમાં પ્રોજેક્ટ કાર્બન એમિશન પૈકી ૧ બિલિયન ટનનો ઘટાડો કરાશે. દેશનાઅર્થતંત્રની કાર્બન ઈન્ટેસીટી ૪૫ ટકા જેટલી ઘટાડશે.મંત્રીશ્રીએ કહ્યું કે, ભારતની વર્ષ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરોને લક્ષ્યાંક હાંસલ કરાશે. નેટ ઝીરો એટલે કે કોઈપણ કંપની ૧૦૦ ટન કાર્બન ઉત્સર્જન કરે તો તેની સામે વૃક્ષો વાવીને અથવા કાર્બન કેપ્ચર કરે અથવા રીન્યુએબલ એનર્જીની સ્થાપના કરી નેટ ઝીરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો અટકાવે એ માટે પણ પ્રાધાન્ય આપી આયોજન કરાશે.વીન્‍ડ સોલાર હાઇબ્રીડ યોજનાની મંજુરી અને વીન્‍ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ કયા જિલ્લામાં કાર્યરત છે એવા પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી એ કહ્યું કે, વીન્‍ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટની મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે. વીન્‍ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટના વિકાસકારો દ્વારા જેટકો પાસેથી આ પ્રોજેક્ટ દ્વારા થનાર વીજ ઉત્પાદનને સહાય કરવા માટેની મંજૂરી તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર જમીનનો કાયદેસરનો કબજો મેળવી નિયત કરવા અરજીપત્રકમાં અરજી કરવા જેડા દ્વારા વિકાસકારને હાઇબ્રીડ પ્રોજેક્ટ આપવાની મંજૂરી આપવામાં આવે છે. આવા વિન્‍ડ સોલાર હાઇબ્રીડ પ્લાન્ટની રાત દિવસ વીજ ઉત્પાદન થાય છે અને વીન્‍ડ સોલાર હાઇબ્રીડ  વિકાસને પ્રોત્સાહન આપવાથી વીજ વિતરણ માળખાનો પણ શ્રેષ્ઠ અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય. આ પાવર પોલિસી હેઠળ અત્યાર સુધીમાં ૨૩૮.૮૮ મેગાવોટ કેપીસીટીના હાઇબ્રીડ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. જેમાં મોરબીમાં ૧૩૩.૭૦ મેગાવોટ, જામનગરમાં ૫૫.૫૦ મેગાવોટ, અમરેલીમાં ૨૨.૫૦ મેગાવોટ અને રાજકોટમાં ૨૭.૧૮ મેગાવોટ ની ક્ષમતા છે.રાજ્યમાં હાઇડ્રો પાવર જનરેશનની શક્યતાઓ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી એ કહ્યું કે, ગુજરાતમાં મુખ્યત્વે નર્મદા પ્રોજેક્ટની નહેરોનું નેટવર્ક છે આ નેહરો ઉપરના ડ્રોપ ઉપર સામેલ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ દ્વારા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો અમારો ધ્યેય છે આવા પ્રોજેક્ટ દ્વારા વીજળીનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના થઈ શકે છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સ્મોલ હાઇડ્રોપાવર પોલિસી વર્ષ ૨૦૦૫થી અમલી બનાવી છે. ત્યારબાદ બીજી પોલીસી વર્ષ ૨૦૧૬થી અમલી છે. આ સ્મોલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં ૧૧૬.૦૬ મેગાવોટ ની ક્ષમતા વાળા ૨૪ પ્રોજેક્ટ નોંધાયા છે. તે પૈકી ૮૨.૧૫ મેગાવોટ ની ક્ષમતા ધરાવતા ૧૮ પ્રોજેક્ટ કાર્યાન્વીત થયા છે જ્યારે ૩૩.૯૧ મેગાવોટની ક્ષમતા ધરાવતા ૬ પ્રોજેક્ટ અમલી કરણ હેઠળના વિવિધ તબક્કે છે તેમ તેમણે ઉમેર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!