GIR SOMNATHKODINAR

સરકારી ITI કાજ મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.

મેરા યુવા ભારત (જુનાગઢ) ગીર સોમનાથ દ્વારા કાજ મુકામે આવેલ સરકારી ITI માં તાલીમાર્થીઓ ને વિશ્વ પર્યાવરણ દિવસ વિશે આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન, પ્રદૂષણમાં ઘટાડો અને ટકાઉ વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
આ પ્રસંગે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ વિશે વકૃત્વ સ્પર્ધા યોજાઈ.તેમજ દરેક સ્પર્ધકને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી. પ્રોત્સાહિત કરાયા.તેમજ બંજર જેવી જમીને હરિયાળી કાંતિ માં ફેરવી નાખનાર iti સ્ટાફ ને પણ બિરદાવા લાયક છે. આ તકે કોડીનાર કોર્ટ ના પીએલવી પ્રકાશ મકવાણા, ફેકટોટમ બીનાબેન, રિધમ બારડ, સચિન ગોહિલ, સંજય પઢિયાર ,રાહુલ પરમાર,અનિલ વૈશ,જીગ્નેશ રાઠોડ,હેતલ સાખટ, હાર્દિક પોપટ, નીતિન ઝણકાટ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!