અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ. બુ વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ. બુ વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય અધિકારી ડૉ વિમલભાઈ ખરાડી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનો નું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરણ નવ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને શૈક્ષણિક કીટ આપીએ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે શાળાની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓના હિતમાં શાળા દ્વારા થતા કાર્યોની છણાવટ કરી હતી ધોરણ 9 અને 10 માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને બિરદાવવામાં આવ્યા હતા સી.આર.સી વિનોદભાઈ નીનામાએ પણ શિક્ષણ અંગેની ચર્ચા કરી હતી તેમજ મુખ્ય મહેમાન ર્ડા વિમલભાઈ ખરાડીએ બાળકોના આરોગ્ય તેમજ શૈક્ષણિક પ્રગતિ અંગેની વિષદ રજૂઆત કરી હતી તેમજ શાળાના અલ્હાદક વાતાવરણથી પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા સદસ્ય દિનેશભાઈ વિસાત, પોપટભાઈ બારીયા, જંગલ ખાતાના અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ નવીન પ્રવેશ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક ધ્રુવકુમાર પટેલે કર્યું હતું