ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા તાલુકાના રાજેલી, નાની ઈસરોલ અને બામણવાડા ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા તાલુકાના રાજેલી, નાની ઈસરોલ અને બામણવાડા ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજેલી, નાની ઈસરોલ અને બામણવાડા ગામોમાં માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ યોજાયો હતો, જેમાં નાના ભૂલકાઓ અને બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે ગામના બાળકો, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનોનો ઉત્સાહ અને ઉમંગ ખૂબ જ પ્રેરણાદાયી હતો.

માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારે આ પ્રસંગે જણાવ્યું કે,શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. ખાસ કરીને બાળકીઓનું શિક્ષણ આપણા રાષ્ટ્રની પ્રગતિનું મુખ્ય સાધન છે. રાજ્ય સરકાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું આ કાર્યક્રમ એક સફળ પગલું છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે બધાએ સાથે મળીને ખાતરી કરવી જોઈએ કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

આ કાર્યક્રમમાં રાજેલી, નાની ઈસરોલ અને બામણવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં નવા બાળકોનું શિક્ષણની દીક્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું. બાળકોને શૈક્ષણિક સામગ્રી, પુસ્તકો, બેગનું વિતરણ કરવામાં આવ્યું. કન્યા કેળવણીના મહત્વને ઉજાગર કરતાં મંત્રીએ બાળકીઓને શિક્ષણ દ્વારા સ્વાવલંબી બનવા અને સમાજમાં પોતાનું યોગદાન આપવા પ્રેરણા આપી. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેની સૌએ પ્રશંસા કરી.આ કાર્યક્રમમાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા,કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!